ગોવિંદો પ્રાણ અમારો

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ; કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગોવિંદો. રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ. ગોવિંદો. મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ; રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો. વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ; અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો. સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ; રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ. ગોવિંદો. ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય; સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય. ગોવિંદો. સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ; જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો. ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય; ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય. ગોવિંદો. મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર; સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગોવિંદો.

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. goviṃdo prāṇa amāro re, mane jaga lāgyo khāro re; mane māro rāmajī bhāve re, bījo mārī najare na āve re. mīrāṃbāīnā mahelamāṃ re, harisaṃtano vāsa; kapaṭīthī hari dūra vase, mārā saṃtana kerī pāsa. goviṃdo. rāṇojī kāgal̤a mokale re, do rāṇī mīrāṃne hātha; sādhunī saṃgata choḍī do, tame vasone amāre sātha. goviṃdo. mīrāṃbāī kāgal̤a mokale re, dejo rāṇājīne hātha; rājapāṭa tame choḍī rāṇājī, vaso sādhune sātha. goviṃdo. viṣano pyālo rāṇe mokalyo re, dejo mīrāṃne hātha; amṛta jāṇī mīrāṃ pī gayāṃ, jene sahāya śrīviśvano nātha… goviṃdo. sāṃḍhavāl̤ā sāṃḍha śaṇagāraje re, jāvuṃ so so re kośa; rāṇājīnā deśamāṃ māre, jal̤a re pīvāno doṣa. goviṃdo. ḍābo melyo mevāḍa re, mīrāṃ gaī paścimamāṃya; sarava choḍīne mīrāṃ nīsaryāṃ, jenuṃ māyāmāṃ manaḍuṃ na kāṃya. goviṃdo. sāsu amārī suṣumaṇā re, sasaro prema-saṃtoṣa; jeṭha jagajīvana jagatamāṃ, māro nāvaliyo nirdoṣa. goviṃdo. cūṃdaḍī oḍhuṃ tyāre raṃga cūve re, raṃgaberaṃgī hoya; oḍhuṃ huṃ kāl̤o kāmal̤o, dujo ḍāgha na lāge koya. goviṃdo. mīrāṃ harinī lāḍaṇī re, rahetī saṃta-hajūra; sādhu saṃgāte sneha ghaṇo, pelā kapaṭīthī dila dūra. goviṃdo.

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: ગોવિંદો પ્રાણ અમારો (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.