જાગીને જોઉં તો

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ટેક. પંચ મહાભૂત પરબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહિ રહ્યા રે વળગી; ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડથકી ડાળ તે નહિ રે અળગી. જા૦ વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોયે; ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જા૦ જીવ ને શિવ તો, આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધાં; ભણે નરસૈંયો એ, તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. જા૦

  2. જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પરબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી; ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી. વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધાં; ભણે નરસૈંયો 'એ તે જ તું,' 'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. jāgīne jouṃ to jagata dīse nahīṃ, ūṃghamāṃ aṭapaṭā bhoga bhāse; citta caitanya-vilāsa-tadrupa che, brahma laṭakā kare brahma pāse. ṭeka. paṃca mahābhūta parabrahma viṣe ūpanyāṃ, aṇu aṇu māṃhi rahyā re val̤agī; phūla ane phal̤a te to vṛkṣanāṃ jāṇavāṃ, thaḍathakī ḍāl̤a te nahi re al̤agī. jā0 veda to ema vade, śruti-smṛti śākha de, kanaka kuṃḍal̤a viśe bheda noye; ghāṭa ghaḍyā pachī nāma rūpa jūjavāṃ, aṃte to hemanuṃ hema hoye. jā0 jīva ne śiva to, āpa īcchāe thayā, racī parapaṃca cauda loka kīdhāṃ; bhaṇe narasaiṃyo e, te ja tuṃ, te ja tuṃ, ene samaryāthī kaṃī saṃta sīdhyā. jā0

  2. jāgīne jouṃ to jagata dīse nahīṃ, ūṃghamāṃ aṭapaṭā bhoga bhāse; citta caitanya-vilāsa-taddarūpa che, brahma laṭakā kare brahma pāse. paṃca mahābhūta parabrahmathī ūpanyāṃ, aṇu aṇu māṃhī rahyā re val̤agī; phūla ane phal̤a te to vṛkṣanāṃ jāṇavāṃ, thaḍa thakī ḍāl̤a nava hoya al̤agī. veda to ema vade, śruti-smṛti sākha de : kanakakuṃḍal̤a viśe bheda nhoye; ghāṭa ghaḍiyā pachī nāma-rūpa jūjavāṃ, aṃte to hemanuṃ hema hoye. jīva ne śiva te āpa-īcchāe thayo, racī parapaṃca cauda loka kīdhāṃ; bhaṇe narasaiṃyo 'e te ja tuṃ,' 'e te ja tuṃ,' ene samaryāthī kaṃī saṃta sīdhyā.

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: જાગીને જોઉં તો (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.