કર્મનો સંગાથી કોઈ નથી
હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી… હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી… કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)… કર્મનો સંગાથી… એક રે ગાયના દો દો વાછરુ, લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો શિવજીનો પોઠીયો, બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી. એક રે માતાના દો દો દીકરા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને માથે રે છત્તર ઝૂલતા, બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી. એક રે માટીના દો દો મોરિયા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને મોરિયો શિવજીની ગળતી, બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી એક રે પથ્થરના દો દો ટુકડા, લખ્યા એના જુદા જુદા લેખ, એક ની બની રે પ્રભુજીની મૂરતી, બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી. એક રે વેલાના દો દો તુંબડા, કે લખ્યા એના જુદા જુદા લેખ, એક રે તુંબડુ સાધુજીના હાથમાં, બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી. એક રે વાંસની દો દો વાંસળી, કે લખ્યા એના જુદા જુદા લેખ, એક રે વાંસળી કાનજી કુંવરની, બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે માતાના દો દો બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ, એક રે બેટો ચોરાશી ધૂણી તપે, બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા, કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.
Roman transliteration (IAST)
Automatic transliteration.
he … karmano saṃgāthī rāṇā mārū koi nathī… he…. karmano saṃgāthī prabhu viṇa koi nathī… ke lakhyā enā judā judā lekha (2)… karmano saṃgāthī… eka re gāyanā do do vācharu, lakhyā enā judā judā lekha eka re banyo śivajīno poṭhīyo, bījo kāṃi ghāṃcīḍāne ghera… karmano saṃgāthī. eka re mātānā do do dīkarā, lakhyā enā judā judā lekha eka ne māthe re chattara jhūlatā, bījo kāṃi bhārā vecī khāya… karmano saṃgāthī. eka re māṭīnā do do moriyā, lakhyā enā judā judā lekha eka ne moriyo śivajīnī gal̤atī, bījo kāṃi masāṇe mūkāya….. karmano saṃgāthī eka re paththaranā do do ṭukaḍā, lakhyā enā judā judā lekha, eka nī banī re prabhujīnī mūratī, bījo kāṃi dhobīḍāne ghāṭa… karmano saṃgāthī. eka re velānā do do tuṃbaḍā, ke lakhyā enā judā judā lekha, eka re tuṃbaḍu sādhujīnā hāthamāṃ, bīju kāṃi rāval̤īyāne ghera… karmano saṃgāthī. eka re vāṃsanī do do vāṃsal̤ī, ke lakhyā enā judā judā lekha, eka re vāṃsal̤ī kānajī kuṃvaranī, bījī vāge vādīḍāne ghera… karmano saṃgāthī.
eka re mātānā do do beṭaḍā, lakhyā enā judā judā lekha, eka re beṭo corāśī dhūṇī tape, bījo lakhacorāśī māṃhya… karmano saṃgāthī rohīdāsa caraṇe mīrābāi bolīyā, ke dejo amane saṃtacaraṇe vāsa… karmano saṃgāthī.
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Gujarati Wikisource: કર્મનો સંગાથી કોઈ નથી (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/gu-karmano-samgaathii-koii-nathii.html