મારી હુંડી સ્વીકારો મહારાજ રે
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી— ટેક
રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે— શામળા.
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;— શામળા.
ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;— શામળા.
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;— શામળા.
ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત, વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;— શામળા.
રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;— શામળા.
ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;— શામળા.
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય, આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ— શામળા.
નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ, લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે— શામળા.
તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે— શામળા.
હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ, રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;— શામળા.
હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
Roman transliteration (IAST)
Automatic transliteration.
mārī hūṃḍī svīkāro mahārāja re, śāmal̤ā giradhārī mārī hūṃḍī śāmal̤iyāne hātha re , śāmal̤ā giradhārī— ṭeka
rāṇājīe raḍha karī, val̤ī mīrā kere kāja jheranā pyālā mokalyāṃ re, vhālo jheranā jāraṇahāra re— śāmal̤ā.
sthaṃbha thakī prabhu pragaṭīyā, val̤ī dhariyāṃ narasiṃha rūpa prahalādane ugāriyo re, vhāle māryo haraṇākaṃsa bhūpa re;— śāmal̤ā.
gajane vhāle ugāriyo, val̤ī sudāmānī bhāṃgī bhūkha sācī vel̤ānā mārā vhālamā re, tame bhaktone āpyāṃ ghaṇāṃ sukha re;— śāmal̤ā.
pāṃḍavanī pratijñā pāl̤ī, val̤ī draupadīnāṃ pūryāṃ cīra, narasiṃha mahetānī hūṃḍī svīkārajo re, tame subhadrābāīnā vīra re;— śāmal̤ā.
cāra jaṇā tīrathavāsī ne, val̤ī rūpiyā so sāta, vahelā padhārajo dvārikā re, ene gomatī nāhyānī khāṃta re;— śāmal̤ā.
rahevāne nathī jhūṃpaḍuṃ, val̤ī jamavā nathī juvāra, beṭo beṭī val̤āviyāṃ re, meṃ to val̤āvī ghara kerī nāra re;— śāmal̤ā.
garatha māruṃ gopīcaṃdana, val̤ī tulasī hemano hāra, sācuṃ nāṇuṃ māro śāmal̤o re, māre dolatamāṃ jhāṃjhapakhāja re;— śāmal̤ā.
tīrathavāsī sau cāliyā, val̤ī āvyā nagaranī māṃhya, ā śaheramāṃ evuṃ koṇa che re, jenuṃ śāmal̤aśā evuṃ nāma— śāmal̤ā.
nathī brāhmaṇa nathī vāṇiyo, nathī cāraṇa nathī bhāṭa, loka kare ṭhekaḍī, nathī śāmal̤aśā śeṭha evuṃ nāma re— śāmal̤ā.
tīrathavāsī sau cālīyā, val̤ī āvyā nagaranī bahāra, veśa līdho vaṇikano re, māruṃ śāmal̤aśā śeṭha evuṃ nāma re— śāmal̤ā.
hūṃḍī lāvo hāthamāṃ, val̤ī āpuṃ pūrā dāma, rūpiyā āpuṃ rokaḍā re, māruṃ śāmal̤aśā evuṃ nāma re;— śāmal̤ā.
huṃḍī svīkārī vhāle śāmal̤e, val̤ī araje kīdhā kāma mahetājī pharī lakhajo, muja vāṇotara sarakhāṃ kāja re; śāmal̤ā giradhārī ! mārī hūṃḍī svīkāro mahārāja re
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Gujarati Wikisource: મારી હુંડી સ્વીકારો મહારાજ રે (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/gu-maarii-humdii-sviikaaro-mahaaraaja-re.html