સુખ દુ:ખ મનમા ન આણિયે
સુખદુઃખ મનમાં ન આણિએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ દુઃખ-ટેક. નલરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી; અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ દુઃખ પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી; બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી. સુખ દુઃખ સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી. સુખ દુઃખ રાવણ સરિખો રાજીયો, જેની મંદોદરી રાણી; દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી. સુખ દુઃખ હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચનિ રાણી; તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નિચ ઘેર પાણી. સુખ દુઃખ શિવજી સરખા સતા નહીં, જેની પાર્વતી રાણી; ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ દુઃખ સર્વ દેવને જ્યારે ભિડ પડી, સમર્યા અંતરજામી; ભાવટ ભાંગી ભૂધરે, મેહેતા નરસૈંને સ્વામી. સુખ દુઃખ
Roman transliteration (IAST)
Automatic transliteration.
sukhaduḥkha manamāṃ na āṇie, ghaṭa sāthe re ghaḍiyāṃ; ṭāl̤yāṃ te koīnāṃ nava ṭal̤e, raghunāthanāṃ jaḍiyāṃ. sukha duḥkha-ṭeka. nalarājā sarakho nara nahīṃ, jenī damayaṃtī rāṇī; ardhe vastra vanamāṃ bhamyāṃ, na mal̤yāṃ anna ne pāṇī. sukha duḥkha pāṃca pāṃḍava sarakhāṃ baṃdhavā, jene draupadī rāṇī; bāra varasa vana bhogavyāṃ, nayaṇe niṃdrā na āṇī. sukha duḥkha sītā sarakhī satī nahīṃ, jenā rāmajī svāmī; rāvaṇa tene harī gayo, satī mahāduḥkha pāmī. sukha duḥkha rāvaṇa sarikho rājīyo, jenī maṃdodarī rāṇī; daśa mastaka chedāī gayāṃ, badhī laṃkā luṃṭāṇī. sukha duḥkha hariścaṃdra rāya satavādiyo, tārālocani rāṇī; tene vipatti bahu paḍī, bharyāṃ nica ghera pāṇī. sukha duḥkha śivajī sarakhā satā nahīṃ, jenī pārvatī rāṇī; bhol̤avāyā bhīlaḍī thakī, tapamāṃ khāmī gaṇāṇī. sukha duḥkha sarva devane jyāre bhiḍa paḍī, samaryā aṃtarajāmī; bhāvaṭa bhāṃgī bhūdhare, mehetā narasaiṃne svāmī. sukha duḥkha
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Gujarati Wikisource: સુખ દુ:ખ મનમા ન આણિયે (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/gu-sukha-du-kha-manamaa-na-aaniye.html