આજની ઘડી રળિયામણી
જીરે આજની ઘડી રે રળિયામણી, મારો વા’લો આવ્યાની વધામણી રે…..ટેક.
જીરે તરિયા તોરણ તે બંધાવિયાં રે, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે— જીરે આજની. ૧.
જીરે કમ્કુ એસરની ગાર કરાવી મેંરે; ઝીણી કસ્તુરીની ચોકડી ઓઅડાવિયેરે— જીરે આજની. ૨.
જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયારે, મારા વાલાજીનો મંડપ રચાવિયે રે— જીરે આજની. ૩.
જી રે પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયોરે; વાલો આવે મલપતો હાથિયો રે— જીરે આજની. ૪.
જી રે ગંગા-જમુનાના નીર મંગાવિયેરે, મારા વાલાજીનાં ચરણ પખાળિયે રે— જીરે આજની. ૫.
જી રે સોનાં રૂપાંની થાળી મંગાવિયેરે; માંહે ચમકતો દીવડો મેલાવિયે રે— જીરે આજની. ૬.
જી રે તન, મન, ધન, ઓવારિયેરે; મારા વાલાજીની આરતી ઉતારીયે રે— જીરે આજની. ૭.
જી રે રસ વધ્યો છે અતિ મીઠડોરે, મે’તા નરસૈંયાનો સ્વામી દીઠડો રે— જીરે આજની. ૮.
Roman transliteration (IAST)
Automatic transliteration.
jīre ājanī ghaḍī re ral̤iyāmaṇī, māro vā’lo āvyānī vadhāmaṇī re…..ṭeka.
jīre tariyā toraṇa te baṃdhāviyāṃ re, mārā vālājīne motīḍe vadhāviyā re— jīre ājanī. 1.
jīre kamku esaranī gāra karāvī meṃre; jhīṇī kasturīnī cokaḍī oaḍāviyere— jīre ājanī. 2.
jī re līlā, pīl̤ā te vāṃsa vaḍhāviyāre, mārā vālājīno maṃḍapa racāviye re— jīre ājanī. 3.
jī re pūryo pūryo suhāgaṇa sāthiyore; vālo āve malapato hāthiyo re— jīre ājanī. 4.
jī re gaṃgā-jamunānā nīra maṃgāviyere, mārā vālājīnāṃ caraṇa pakhāl̤iye re— jīre ājanī. 5.
jī re sonāṃ rūpāṃnī thāl̤ī maṃgāviyere; māṃhe camakato dīvaḍo melāviye re— jīre ājanī. 6.
jī re tana, mana, dhana, ovāriyere; mārā vālājīnī āratī utārīye re— jīre ājanī. 7.
jī re rasa vadhyo che ati mīṭhaḍore, me’tā narasaiṃyāno svāmī dīṭhaḍo re— jīre ājanī. 8.
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Gujarati Wikisource: આજની ઘડી રળિયામણી (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/gu-aajanii-ghadii-raliyaamanii.html